મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરમાવતુ જાહેરનામું

મહિસાગર,

મહીસાગર જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવિન પંડયાએ મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.05/12/2022 થી તા.08/12/2022 સુધીના સમયગાળા માટે કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહી તેમજ આવા પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે, મતગણતરી કેન્દ્રની આસપાસના 200 મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી, કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઇ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી,ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહી,મતગણતરી ફરજ પર નિયુકત અધિકારીઓ/કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓના કામે રોકેલ વ્યક્તિઓને મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત ચૂંટણી અધિકારીઓને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા નાયબ જિલ્લા ચુંટણી અધિકારી મહીસાગરને અધિકૃત કરવામાં આવે છે,મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નક્કી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.

ભારતના ચૂંટણી પંચ તરફથી મંજુરી આપવામાં આવેલ હોય, એક્રેડીશન ધરાવતા હોય તેમજ સક્ષમ સત્તાધિકારીએ મતગણતરી કેન્દ્રમાં પરવાનગી આપેલ હોય તેવા પત્રકારઓને મતગણતરી કેન્દ્રના ફકત મીડીયા સેન્ટર સુધી જ મોબાઈલ લઈ જવાની છુટ રહેશે.