ઝાલોદ મુસ્લિમ સમાજ યુવા ગ્રુપ આયોજીત બાળકોમાં કેળવણી અને વ્યસન મુક્તિનો સેમિનાર યોજવામાં આવ્યો

ઝાલોદ નગરમાં ઝાલોદ મુસ્લિમ યુવા ગ્રુપ આયોજીત વ્યસન મુક્તિ અને બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તેના અનુસંધાને આજ રોજ ઝાલોદ મુહમ્મદી જમાતખાનામાં સેમનીનાર યોજવામાં આવ્યો .મુખ્ય મહેમાન જેઓ અમદાવાદ થી ડો.એજાજ શેખ અને ડો.ઈદ્રીશ મુશા તેમજ સમાજના અગ્રણીઓ ,મુસ્લિમ યુવા ગ્રુપના મેમ્બર , મોહસીને આઝમ ગ્રુપના મેમ્બર હાજર રહ્યા હતાજેમાં ડો એજાજ શેખ દ્વારા વ્યસન થી થતા નુકસાન અને ઘર બરબાદ થાય છે એના અનુસંધાને સારું વ્યક્તવ્ય આપ્યું અને ત્યાર પછી. ડો ઇદ્રિશ મુસા દ્વારા બાળકો શિક્ષણ પ્રત્યે અને સ્કોલરશીપ માટે સમજણ આપી સેમિનારનું સમાપન કરવામાં આવ્યું હતું.