- મહીસાગર જિલ્લામાં પશુ મૃત્યુ અંતર્ગત 8 લાખ 4 હજારની સહાય અરજદારોને ચુકવણું
રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દશ્યો સામે આવી રહ્યા હતા તો સામે વહિવટીતંત્રના પણ બચાવ અને રાહતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી પ્રજાના પડખે ઉભી રહી પરીવારજનો અહેસાસ કરાવ્યો છે ત્યારે મહીસાગર વહીવટી તંત્ર દ્વારા પશુ મૃત્યુ સહાય ગણતરીના દિવસોમાં જ ચુકવણું કર્યું છે.
જિલ્લામાં ભારે વરસાદના કારણે વીજળી પડવાથી, તણાઈ જવાથી તથા મકાનની દીવાલ પડવાથી કુલ 35 પશુના મૃત્યુ થયા હતા જે પૈકી 35 પશુ મૃત્યુ સહાય અંતર્ગત રૂ.8,04,000 નું તાત્કાલિક અરજદારોને ચૂકવવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં 10, ખાનપુર તાલુકામાં 02, સંતરામપુર તાલુકામાં 10, કડાણા તાલુકામાં 04, વીરપુર તાલુકાના 07 અને બાલાસિનોર તાલુકામાં 02 પશુઓના મૃત્યુ થયા હતા જે તમામ પશુ મૃત્યુ અંતર્ગત સહાય ચુકવવામાં આવ્યા છે.