શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓને થયેલ નુકશાન લઇને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા રસ્તાઓની મરામત હાથ ધરવામાં આવી હતી.
શહેરા તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓને નુકશાન થતાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા રસ્તાની મરામત હાથ ધરવામાં આવી હતી.જ્યારે વાડી વલ્લભપુર તરફ જવાના માર્ગ ઉપર તેમજ અન્ય રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરીને વાહન ચાલકોને અવર જવરમાં તકલીફ ન પડે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે રસ્તા પર પડેલા મસ મોટા ખાડાઓની મરામત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા કરવામાં આવતા જાગૃત વાહનચાલકોએ આ કામગીરીને બિરદાવી હતી.