શહેરા તાલુકાના ભોટવા ગામના આંબલી ફળિયામાં આવેલા પાણી ભરેલા કુવા માંથી બે દિવસથી ગુમ પરિણીતા અને તેના એક વર્ષના પુત્રની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી લાશને બહાર કાઢીને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. પોલીસ આ મામલે એડી નોધી ને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
શહેરા તાલુકાના ભોટવા ગામ ના આંબલી ફળિયામાં રહેતી પરણિતા મનીષા ઉદેસિંહ બારીઆ તેના એક વર્ષના પુત્ર નિમેષ સાથે 29 ઓગસ્ટ ના રોજ ઘરેથી નીકળી ગઈ હતી. જ્યારે ઉદેસિંહ બારીયા ઘરે જતા પત્ની અને બાળક ન દેખવા મળતા ફળિયામાં અને ગામમાં શોધખોળ હાથધરી હતી. જોકે બે દિવસ સુધી પોતાની પત્ની મનીષા અને એક વર્ષના પુત્ર મળી નહી આવતા સગા સંબંધીઓ સાથે પિયર પક્ષને પણ જાણ કરી હતી. શનિવારના સવારમાં ઉદેસિંહ બારીયા ને પોતાની ઘરના પાસે આવેલા પાણી ભરેલા કુવામાં પોતાના એક વર્ષના પુત્ર અને પત્નીની લાશ તરતી જોવા મળતા તેમને બૂમાબૂમ કરતા ફળિયાના લોકો બધા ભેગા થઈ ગયા હતા.
બનેલી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પાણી ભરેલ કુવામાંથી પરિણીતા અને એક વર્ષના બાળકની લાશ ને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢીને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. બનેલી ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી આવ્યા હતા. પોલીસ મથક ખાતે મરણ જનાર પરિણીતા ના પતિ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે એડી નોધી ને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છેકે આશરે 29વર્ષીય પરણિતા મનીષા અને તેના એક વર્ષ ના પુત્રની લાશ ઘરની પાસે આવેલા પાણી ભરેલા કૂવામાંથી મળી આવતા પોલીસે મરણ જનાર પરિણીતાના પતિ ઉદેસિંહ ની પૂછપરછ કરવામાં આવા સાથે વધુ તપાસ શરૂ કરી હતી. જોકે આ બનેલી દુ:ખદ ઘટનાને લઈને સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.