ગોધરા શહેર પાલિકા વિસ્તારના મુખ્ય માર્ગો જાહેરમાર્ગો ઉપર મસમોટા ખાડામાં પડેલ હોય જેના વિરોધમાં આમ આદમી પાર્ટી તેમજ જાગૃત નાગરિકો સાથે રાખી રસ્તા ઉપર પડેલ ખાડાઓમાં ફુલ હાર સજાવીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
ગોધરા પાલિકા વિસ્તારના મોટાભાગના મુખ્ય રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તેમાં પણ ગોધરા ભારે વરસાદ બાદ રસ્તાઓની ખખડધજને પસાર થવુ પણ નગરજનો માટે મુશ્કેલ બન્યુ છે. પાલિકા તંત્ર શહેરના બિસ્માર રસ્તાઓને લઈ બિલ્કુલ બેપરવાહ લાગી રહી છે. પાલિકા તંત્રને નગરજનોની પીડાની ચિંતા રહી નથી. જેને લઈ નગરજનોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા વિસ્તારના રસ્તા ઉપર પડેલ મસમોટા ખાડાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ જાગૃત નાગરિકો દ્વારા ફુલહાર ચઢાવી મોૈન પાડીને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે જોવાનુ રહ્યુ છે પાલિકા તંત્રની આંખો ખુલે છે અને શહેરના રસ્તાઓનુ સમારકામ કરાવશે કે કેમ ?