ઘોઘંબા તાલુકાના આંબાપુરથી આબા ખાબટ કાટુ રોડ ઉપર દામાવાવ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાઈક ઉપર લઈ જવાતો ઈંગ્લીશ દારૂ કિ.રૂ.75,080/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના આંબાપુરથી આબાખાબટ કાટુ રોડ પર દામાવાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતી બાઈક નં.જીજે-17-બીજે-6575ને રોકી હતી. ચેકિંગ દરમિયાન બાઈક ઉપર લઈ જવાતો ઈંગ્લીશ દારૂ ગોવા સ્પિરીટ વ્હિસ્કિ કવાટરીયા નંગ-408 કિ.રૂ.55,080/-દારૂ તેમજ બાઈક મળી કુલ રૂ.75,080/-ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. જયારે પોલીસ રેઈડ દરમિયાન આરોપી ખેતરમાં નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.