ગુજરાત ચુંટણી સભામાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા વડાપ્રધાનને રાવણ સાથે સરખાવવા મુદ્દે દાહોદ બીજેપી દ્વારા આવેદન

દાહોદ,

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નવનિર્વાચિત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતની ચુંટણી સભામાં વડાપ્રધાન મોદીને 100 માથાવાળા રાવણ સાથે સરખાવતું નિવેદન આપતાં આ મામલે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તેઓના આ શબ્દોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી દાહોદ જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યામાં 2022ની વિધાનસભાની સામાન્ય ચુંટણીના પ્રથમ ચરણના પડઘધમો તા.29મી નવેમ્બરના રોજ શાંત થવાના હતાં અને તેના થોડાક કલાકો પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નવનિર્વાચિત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં ચુંટણી પ્રવાશે હતાં. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક જનસભામાં તેમણે દેશના વડાપ્રધાન મોદી માટે અસભ્ય નિવેદન કર્યું હોવાના આક્ષેપો દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યાં હતાં અને દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને 100 માથાવાળા રાવ સાથે તેમની સરખામણી કરતાં દેશના વડાપ્રધાન અને ગુજરાતા સપુતનું અપમાન કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુમાં જણાવ્યાં અનુસાર, ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડેલ છે. દેશના સૌથી જુના રાષ્ટ્રીય પક્ષના અધ્ય ચુંટણી ટાણે પોતાની ગરીમા ભુલી કેટલા નીચા સ્તરે જઈ શકે છે એનો આ પ્રત્યક્ષ દાખલો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનનો સખત વિરોધ કર્યો હતો.