આસામ સરકારે શુક્રવારે નમાઝ માટે આપવામાં આવતી બે કલાકની રજા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો

આસામ સરકારે શુક્રવારે નમાઝ માટે આપવામાં આવતી બે કલાકની રજા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમાએ એક્સ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.

આસામ વિધાનસભાના કર્મચારીઓને શુક્રવારની નમાજ માટે ૨ કલાકની રજા લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે વિધાનસભાના કર્મચારીઓને આ બ્રેક નહીં મળે.આ પ્રથા ૧૯૩૭માં મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લાએ શરૂ કરી હતી.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે. આ માટે તેમણે વિધાનસભા અયક્ષનો આભાર વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે આ નિર્ણય દ્વારા આસામ વિધાનસભાએ ઉત્પાદક્તાને પ્રાથમિક્તા આપી છે.