રાજ્ય સરકારે મધ્યાહ્ન ભોજન યોજના અન્વયે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ ૨૦૧૭ના પરિપત્ર મુજબ બાળકોને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કર્યું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ સરકાર તેની એક પછી એક જાહેર સેવા ઘટાડી રહી છે.