સ્ત્રી ની સફળતા પછી હું ડિપ્રેશનમાં આવી ગયો હતો : અભિષેક બેનરજી

ઓટીટીના કારણે મારા જેવા સાધારણ લાગતા કલાકારોને પણ એક્ટિંગ કરવાનો ચાન્સ મળી જાય છે એ મારા માટે બહુ ખુશીની વાત છેપહેલી ફિલ્મને મળેલી સફળતાના કારણે જ સ્ત્રી ૨ આવવાની હતી એ વખતે લોકોમાં અઢળક ઉત્સાહ હતો. એક ફિલ્મ જ્યારે ખૂબ સફળ ગઇ હોય ત્યારે એની સીક્વલ તમને મજા કરાવશે એવી તમને આશા હોય.એટલે જ આપણે એના બીજા પાર્ટની રાહ જોતા હોઇએ.

ખેર, બીજો પાર્ટ આવી ગયો અને બોક્સ ઓફિસ ઉપર ધૂમ કમાણી કરી રહ્યો છે. ત્યારે આ ફિલ્મના ફેમસ કેરેક્ટર જના સાથે વાત કરવાનો મોકો મળ્યો. જનાનો રોલ પ્લે કરનાર અનિષેક બેનરજીને આપણે સ્ત્રી માં તો વખાણી જ ચૂક્યાં છીએ એ સિવાય પાતાલ લોકમાં હથોડા ત્યાગી તરીકે પણ એણે પોતાની અમીટ છાપ છોડી છે. અભિષેક કહે છે કે મને થીએટરમાં પહેલેથી જ રસ હતો.

હું જ્યારે થીએટર જોઇન કરવાનો છું એવું મે મારા ઘરમાં કહ્યું ત્યારે ઘરના હસવા લાગ્યા હતા. એમણે મશ્કરી કરતા કહ્યું હતું કે એક્ટિંગ માટે ચહેરો સારો હોવો જોઇએ. મેં કહ્યું સાચી વાત છે પણ મારા જેવો ચહેરો ધરાવનાર લોકોને પણ કામ મળે જ છે. એમના માટે પણ નાના મોટા રોલ લખાતા જ હોય છે. અભિષેકે ડીડી શોઝ પણ કર્યાં હતા. એ પછી એણે રંગ દે બસંતિમાં કોલેજ સ્ટુડન્ટનો રોલ પ્લે કર્યો હતો.

ત્યારબાદ એણે કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે લાંબો સમય સુધી કામ કર્યું. કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતા કરતા એણે અમુક શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ. એ કહે છે કે શોર્ટ ફિલ્મોમાં દેખાવડા પુરુષોની જરૂર નથી હોતી. એની વાર્તા કોઇપણ ઉપર સેટ થઇ શકે છે, એટલે મને નાનુ મોટું કામ એમા મળી જતુ. જો કે કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે પણ હું ખુશ જ હતો કેમ કે એમાય મને સિનેમા સાથે જોડાઇ રહેવાની તક મળતી. ધીરે ધીરે મારી એક્ટિંગ ડાયરેક્ટર્સના ધ્યાનમાં આવવા લાગી અને એ પછી મને ફિલ્લોરી અને અજ્જીમાં કામ મળી ગયું. ફિલ્લોરી ફુલ લેજ ફિલ્મ હતી. એ ફિલ્મમાં મને તક મળી એ મારા માટે ખુશીની વાત હતી.

અહીંથી અભિષેકની કરીઅર શરૂ થઇ, એ પછી એને સ્ત્રીમાં મેજર રોલ મળ્યો.સ્ત્રીના એના પાત્રએ એને ખાસ્સી એવી પ્રસિદ્ધી અપાવી હતી. આ પ્રસિદ્ધીનાં કારણે જ લોકો એને પસંદ કરતા થયા. એ કહે છે કે ઓટીટીના કારણે અને હવેની વાર્તાઓનાં કારણે મારા જેવા સાધારણ લાગતા લોકોને પણ એક્ટિંગ કરવાનો ચાન્સ મળી જાય છે એ મારા માટે બહુ ખુશીની વાત છે. અલબત્ત પહેલી સ્ત્રી આવી એ પછી અમારા લોકોના નસીબ ઉઘડી ગયા હોવાનું મને લાગતું, કારણ કે એ ફિલ્મ ખૂબ જ સફળ થઇ હતી, પણ હું એ પછી ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.

હું ટાઇપકાસ્ટ થતો રહ્યો હતો. મને એક જ પ્રકારના રોલ મળતા. હું એને નકારતો એટલે મને એ રોલ મળવાના બંધ થઇ ગયા. એ પછી કોરોનામાં તો કોઇ કામ જ નહોતું. આ કારણે હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. મને એ પછી પાતાળ લોકમાં હથોડા ત્યાગીનો રોલ મળ્યો અને હું ડિપ્રેશનમાંથી બહાર આવી શક્યો.