ટી ૨૦ વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી

ટીમ ઈન્ડિયાએ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ જીત્યો હતો પરંતુ હવે આ ઐતિહાસિક જીત બાદ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન પણ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી, પરંતુ પછી રાતોરાત કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. પ્રખ્યાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ કુમારે પોડકાસ્ટમાં દાવો કર્યો છે કે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના પહેલા દિવસે આયોજિત નેટ સેશનમાં રોહિત અને વિરાટ એકબીજા સાથે વાત કરી રહ્યા ન હતા. તેણે દાવો કર્યો હતો કે પહેલા દિવસે બંને ક્યાંય જોવા મળ્યા નહોતા પરંતુ પછી બીજા દિવસે બધું બદલાઈ ગયું.

વિમલ કુમારે દાવો કર્યો હતો કે રોહિત-હાર્દિક બીજા દિવસે સાથે જોવા મળ્યા હતા. બંને એક ખૂણામાં સાથે બેઠા હતા અને હાર્દિક અને રોહિત વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલી હતી. રોહિત અને હાદક વચ્ચે જે રીતે વાતચીત ચાલી રહી હતી તે આ ટીમના વાતાવરણનું સ્પષ્ટ વર્ણન કરી રહ્યું હતું. ત્યારપછી હાર્દિક અને રોહિતે આગામી ત્રણ દિવસ સાથે બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. વાતાવરણ એટલું સરસ બની ગયું કે બંને એકબીજાની મજાક પણ કરવા લાગ્યા. વિમલ કુમાર ટીમ ઈન્ડિયાના સારા વાતાવરણનો સંપૂર્ણ શ્રેય રાહુલ દ્રવિડને આપે છે.આઇપીએલ ૨૦૨૪ દરમિયાન હાર્દિક અને રોહિત શર્મા વચ્ચેની વાતચીત બંધ થવાનો સમયગાળો શરૂ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો.

પત્રકાર વિમલ કુમારે જણાવ્યું કે ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન રાહુલ દ્રવિડે આખી ટીમને એકજૂથ રાખી હતી. તેણે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા જેવા ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. રાહુલ દ્રવિડની મહેનત પણ ફળી. સમગ્ર ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન રોહિત શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને હાર્દિક પંડ્યાએ પણ સેમીફાઈનલ અને ફાઈનલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આખરે ટીમ ઈન્ડિયાએ ૧૧ વર્ષ પછી આઈસીસી ટૂર્નામેન્ટ જીતી. ટીમ ઈન્ડિયા ૨૦૦૭ના ટી ૨૦ વર્લ્ડ કપ બાદ પ્રથમ વખત ટી ૨૦ ચેમ્પિયન બની હતી.