સાણંદ જીઆઇડીસી સહિત ગામોમાં પણ ભરાયા વરસાદી પાણી ! ૨ દિવસથી વીજળી ગુલ

અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદ બાદ સ્થિતિ દૈનિય બની હતી હાલ વરસાદ બંધ છે પણ અમુક વિસ્તારોમાં પાણી હજુ ઓસર્યા નથી. ત્યારે સાણંદ જીઆઇડીસી માં પાણી ભરાઈ રહેતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ જીઆઇડીસીના ૨૦૦ એકમો હાલ બંધ હાલતમાં છે.જીઆઇડીસીમાં સ્ટોર્મ પાઈપલાઈ ન હોવાને કારણે અહીં પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે અને પાણી ભરાવાના કારણે પરિસ્થિતિ દયનિય બની છે.

જીઆઇડીસીમાં પાણી ભરાવવાના કારણે કરોડોનું નુક્સાન થયાનો એસોશિયેશને દાવો કર્યો છે. સાણંદ જીઆઇડીસીના ચેરમેન અજીત શાહે નિવેદન આપ્યું છે કે કડી તરફના પાણી સાણંદ જીઆઇડીસીમાં ઘૂસ્યા છે. આ સાથે જીઆઇડીસી નું એક સબસ્ટેશન પાણીમાં ડૂબી ગયુ છે તેમજ વિજ પુરવઠો ખોરવાવાના કારણે એકમો બંધ રહેતા કરોડોનું નુક્સાન થઈ રહ્યું છે .

આ સાથે સાણંદ તાલુકાના બોળ ગામ અગાઉ માર્ગ ઉપર પાણી ભરાયા. બોળ-સાણંદ, જીઆઇડીસી વડનગર રોડ ઉપર પાણી ભરતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાણંદના મોતીપુરા, શિયાવાડા અને રસુલપુરા ગામની આસપાસ પણ પાણી ભરાયા છે. સાણંદના રસૂલપુરા ગામમાં ૨ દિવસથી વીજળી ગુલ, મોબાઇલ નેટવર્ક પણ નહીં. વરસાદ બંધ થવા છતાં મકાનોમાં ભરાયેલા પાણી ઓસર્યા નથી.