ભાવનગર જિલ્લાના તળાજા ના પિંગળી ગામના પતિ પત્ની ની બેવડી હત્યાનો ખૂની ખેલ ખેલાયા બાદ આજે ઉંચા કોટડા ગામના ખેત મજુરએ બપોર બાદ વાડીએ પત્ની ને મોટા પથ્થરના ઘા માથાના ભાગે ઝીકી ને હત્યા કર્યા ની ઘટના ને લઈ ચકચાર ફેલાઈ છે.સાંજના સમયે બનાવ સામે આવતા તળાજા પોલીસે તપાસ હાથધરી છે.
ખૂન ના આ બનાવ અંગે ની મળતી વિગતો મુજબ પિંગળી ગામના મનુભાઈ બાલાભાઈ રાઠોડ ની વાડી નાની માંડવાળી ના રસ્તાપર આવેલ છે.આ વાડીમા ખેત મજુર ભાગીયા તરીકે ઉંચા કોટડા ગામના શિવાભાઈ છનાભાઈ વાસીયા ને બે માસ પહેલાજ અહીં લાવવામાં આવેલ.જેને લઈ શિવાભાઈ પત્ની અસ્મિતાબેન અને પાંચ અને ત્રણ વર્ષ ની ઉંમરના બે સંતાનો ને લઈ અહીં વાડીએ રહેવા આવી ગયેલ.કુલ ત્રણ સંતાનોછે.જેમાં એક ઉંચા કોટડા ખાતે રહેછે. અગાઉ તે નેશિયા ગામે ખેત મજૂરી કરતા હતા.
આજે બપોરે કોઈ કારણોસર શિવા વાસીયા અને તેની પત્ની અસ્મિતા વચ્ચે થયેલ તકરાર ને લઈ શિવાભાઈ એ બે માસૂમ સંતાનો ની હાજરી વચ્ચે જ પત્ની અસ્મિતા ને વાડીની ખુલ્લી જગ્યામાંજ માથાના ભાગે મોટા પથ્થર ના ઘા માથાના ભાગે ઝીંકી દઈ હત્યા નિપજાવી ફરાર થઇ ગયેલ.
બનાવની જાણ મોડીસાંજે પોલીસને થઈ હતી.પો.સ.ઇ મકવાણા એ જણાવ્યું હતુ કે પિંગળી ગામે હત્યા થઈ હોવાની વિગતો મળતા સ્થળપર પહોંચી તપાસ હાથ ધરીશું.પતિ ઝડપાયા બાદ હત્યા પોતે એકલાએજ કરી છેકે તે સમયે કોઈ હાજર હતુંકે કેમ?હત્યા કરવાનું કારણ સહિત નો ભેદ ઉકેલવામાં આવશે.વાડી માલિક એ જણાવ્યું હતુ કે હત્યા કર્યા બાદ પતિ શિવાભાઈ ફરાર થઇ જતા બંને માસૂમ બાળકો ને પિંગળી પોતાના ઘરે