નાગરિક સ્વયંસેવકો બંગાળ પોલીસ હેઠળ કામ કરે છે. ૬૦ વર્ષ પછી, તેમને નિવૃત્તિ લાભ તરીકે ૫ લાખ રૂપિયા મળશે. વર્ષ ૨૦૨૦ માં, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૬૦ વર્ષની વય પછી નાગરિક સ્વયંસેવકો અને ગ્રામ્ય પોલીસ નાગરિક સ્વયંસેવકો માટે પ્રત્યેક ૩ લાખ રૂપિયાના નિવૃત્તિ લાભોની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી નિવૃત્તિના લાભો વધારવાની માંગ કરવામાં આવી રહી હતી.
નાણા વિભાગે ૨૧ ઓગસ્ટે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં નાગરિક સ્વયંસેવકોનું એડહોક બોનસ ૫૩૦૦ રૂપિયાથી વધારીને ૬૦૦૦ રૂપિયા વાષક કરવામાં આવ્યું હતું. પશ્ર્ચિમ બંગાળ પોલીસ અને કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવકોની સાથે ગ્રામ પોલીસ સ્વયંસેવકોને પણ આનો લાભ મળશે. કોલકાતા ડોક્ટર રેઇડ હત્યા કેસના આરોપી સંજય રોય પણ એક નાગરિક સ્વયંસેવક છે.
સંજય રોય હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કોલકાતા રેપ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે આ કેસમાં પણ મુખ્ય આરોપી છે. તાજેતરમાં જ તેનો પોલીગ્રાફ ટેસ્ટ થયો હતો. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કહેવાય છે કે સંજય રોય પોલીસ વિભાગમાં નોકરી કરતો હતો.