મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હડમતીયા ગામે હાઈવે ઉપર એક્ટિવા ચાલક આખલા સાથે અથડાતા ચાલકનુ મોત નીપજયું હતુ.
હડમતીયા ગામે રહેતા હરદીપસિંહ નરેન્દ્રસિંહ સોલંકી તથા કૃષ્ણરાજસિંહ બળવંતસિંહ છાસટીયા તથા ક્રિષ્ણપાલસિંહ કિરીટસિંહ સોલંકી લુણાવાડા જવા નીકળ્યા હતા. ત્યારે ગામના ભુપેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકીએ હરદીપસિંહના કાકા અજીતસિંહ નટવરસિંહ સોલંકીને ફોન કરીને જણાવ્યુ હતુ કે,તે લુણાવાડાથી ધરે આવતા હતા તે વખતે હડમતીયા નાયક ફળિયા પાસે રોડ ઉ5ર હરદીપસિંહ નરેન્દ્રસિંહ સોલંકી તથા કૃષ્ણરાજ સિંહ બળવંતસિંહ છાસટીયા તથા કૃષ્ણપાલ કિરીટસિંહ સોલંકીની એક્ટિવા આખલા સાથે અથડાતા ત્રણેય રોડ પર પડી ગયા હતા.
જેમાં હરદીપસિંહને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે પાછળ બેઠેલ બંનેને હાથ-પગ ઈજાઓ થઈ હતી. તે વખતે હરદીપસિંહના પિતા નરેન્દ્રસિંહ કનકસિંહ સોલંકી તથા તેમના કુટુંબી હરપાલસિંહ ખુમાનસિંહ સોલંકી આવી ખાનગી વાહનમાં લુણાવાડા આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જયો તબીબે મૃત જાહેર કર્યા હતા. જયારે બીજા બંનેને દવા સારવાર કરી વધુ સારવાર માટે મોડા એઈમ્સ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા.