મહિસાગરથી ફૂડ પેકેટ વડોદરાના પુર અસરગ્રસ્તોને પહોંચ્યા

  • ઔદ્યોગિક એકમો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહેસુલીતંત્રના સહકારથી વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા મોકલ્યા.
  • SMVS સ્વામિનારાયણ સંસ્થા તીર્થધામ ગોધરના સંતો અને સ્વયંસેવકો દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરી મહીસાગર જીલ્લા વહીવટી તંત્રની સાથે રહી વિતરણ કરવામાં આવશે.

વડોદરામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની પરિસ્થિતિને ધ્યાને લઈને પુર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા માટે મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના ઔદ્યોગિક એકમો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહેસુલીતંત્રના સહકારથી અને જખટજ સ્વામિનારાયણ સંસ્થા તીર્થધામ ગોધરના સંતો અને સ્વયંસેવકો દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરી મહીસાગર જીલ્લા વહીવટી તંત્રની સાથે રહી વિતરણ કરવામાં આવશે.

આ ફુટ પેકેટ વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારોમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે. આ સંદર્ભે મહીસાગર જીલ્લા કલેક્ટર નેહા કુમારીની રાહબરીમાં અને પુરવઠા અધિકારીના સંકલન અને સહકારથી પુરગ્રસ્તોને ફૂડપેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી કરવામાં આવી રહી છે.

બાલાસિનોર તાલુકાના ઔદ્યોગિક એકમો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહેસુલીતંત્રના સહકારથી 1200 પેકેટ ગાંઠીયા, 1000 પેકેટ થેપલા,1200 પેકેટ નમકીન અને 5000 પેકેટ બિસ્કિટ એકત્ર કરી વડોદરા જીલ્લા પુરગ્રસ્ત વિસ્તારમાં રાહતકાર્ય માટે 5હોંચાડવામાં આવ્યા અને જખટજ સ્વામિનારાયણ સંસ્થા તીર્થધામ ગોધરના સંતો અને સ્વયંસેવકો દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરી મહીસાગર જીલ્લા વહીવટી તંત્રની સાથે રહી વિતરણ કરવામાં આવશે.