કુપોષણ મુક્ત ખેડા પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને પોષણયુક્ત આહાર મળે અને ખેડા જીલ્લો કુપોષણ મુક્ત બને તે હેતુસર અમૂલ ડેરી તરફથી 1000 ન્યુટ્રીશન કીટ આપવામાં આવેલ છે. જેમાં એનર્જી બાર, ફ્રૂટ જ્યુસ અને પ્રોટીન યુક્ત ચોકલેટ કુકીઝ વગેરેનો સમાવેશ થાય છે. ગ્રામ્યકક્ષાએ ન્યુટ્રીશન કીટ વિતરણ તાલુકા કક્ષાના અધિકારી/કર્મચારી, ફિલ્ડ કક્ષાના કર્મચારી, તલાટી અને આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું તથા વાલીને તેના વપરાશ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
પ્રોજેકટ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દૈનિક ચેકલિસ્ટ, ગૃહ મુલાકાત, કાઉન્સેલિંગ, આરોગ્ય સંભાળ વગેરેની સાથે સાથે આંગણવાડીમાં આપવામાં આવતા બે નાસ્તા ઉપરાંત સ્થાનિક દાતાઓના સહયોગથી ત્રીજા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવી શકાય.
નોંધનીય છે કે તા.05-09-2024 ના રોજ ખેડા જીલ્લાના તમામ 10 તાલુકાઓમાં 316 ગામની 516 આંગણવાડીના 1000 અતિગંભીર કુપોષિત બાળકોને કુપોષણ મુક્ત કરવા તથા પોષણ બાબતે જન જાગૃતિ લાવવા આ અભિયાનનું અમલીકરણ કરવામાં આવેલ છે.