સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જીલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર-15 વયજૂથના ખેલાડી એટલે કે તા. 01/01/2009 પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં, સ્પોર્ટસ કોમ્પલેક્ષ મરીડા ભાગોળ, નડિયાદ ખાતે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે (મુળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે), તા. 11-09-2024ના રોજ સવારે 09 વાગ્યા સુધીના રોજ ઉપસ્થિત રહેવા જીલ્લા રમતવિકાસ અધિકારી નડિયાદ-ખેડાની અખબારી યાદીમાં જણાવેલ છે.