પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉંડારા થી રમજીની નાળ તરફ જતા માર્ગ પર પાનમ નદી પર બાંધેલા ડીપનું ધોવાણ થતાં વાહન વ્યવહાર બંધ કરાયો હતો. ભારે વરસાદની સાથે પાનમ ડેમમાંથી મોટીમાત્રામાં પાણી છોડાતા ડીપનું ધોવાણ થયુ હતું. પંચમહાલ અને મહિસાગર જીલ્લાના 10 થી વધુ ગામોને જોડતા ડીપનું ધોવાણ થતાં મોટા વાહન ચાલકોને બીજા માર્ગે અવર જવર કરવી પડી રહી હતી. જોકે અનેક ગામને જોડતો આ કોઝવે હોઈ ત્યારે વહેલી તકે અહીં કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા હતા.