શહેરા નગરપાલીકા હોલ ખાતે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, શહેરા મત વિસ્તારના પ્રજાવત્સલ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકા-નગરની સંયુક્ત કાર્યશાળા પંચમહાલ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા જીલ્લા સદસ્યતા અભિયાનના સહઇન્ચાર્જ જીગ્નેશભાઈ પાઠક દ્વારા સંવાદ સાધી અભિયાનના આયોજનની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે જીલ્લા- તાલુકા- નગર પાલિકાના સદસ્યઓ, જીલ્લા – તાલુકા-નગરના હોદ્દેદારઓ, તમામ મોરચાના હોદ્દેદારો, મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. આગામી દિવસોમાં નગર અને તાલુકાના વિસ્તાર માંથી મોટી સંખ્યામાં અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર છે.