ધોધંબા તાલુકાના દામાવાવ પોલીસ મથકના દારૂ અને અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા અને નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે.
ધોધંબાના ગુણેશીયા ગામેથી ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરીને રૂા.37,29,600/-ના ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને ગુનામાં સંડોવાયેલ આરોપી દિલીપ ઉર્ફે ગનો બળવંતસિંહ પરમાર (રહે. ટોટપુરા, તા ધોધંબા) જે દારૂ તેમજ અન્ય ચાર ગુનામાં સંડોવાયેલ હોય અને સહઆરોપી સોમાભાઇ અનોપભાઇ જાદવને હાલોલ રૂરલ પોલીસ દ્વારા બન્ને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્ને આરોપીને કોર્ટમાંં રજુ કરી 3 દિવસના રીમાન્ડ મેળવ્યા છે.