હાલોલ રૂરલ પોલીસ મથકે વરસડા ચોકડી થી મસવાડ તરફ જવાના રોડ ઉપર મારૂતીવાન અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકે ફરિયાદમાં ખોટી માહિતી આપતા આરોપીની ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ રૂરલ પોલીસ મથકે તા.06/08/2024ના રોજ ફરિયાદી ગોપાલકુમાર ગણપતભાઇ પરમાર એ જણાવેલ હતું કે, વરસડા ચોકડી થી મસવાડ તરફ જવાના રોડ ઉપર મારૂતીવાન તથા મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયેલ હતું. આ અકસ્માતમાં તખતસિંહ ઉદેસિંહ રાઠોડનુંં મોત થયેલ હતું. અંગેની ફરિયાદ આપેલ હતી. જેમાં ફરિયાદી અને સાહેદોની નિવેદનો લેતાં શંકા જતા મોબાઈલ ફોનના સીડીઆર, સીસી ટીવી કેમેરા તથા ખાનગી વ્યકિતઓની મદદથી તપાસ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદ પોતે બાઈક ચલાવતો ન હોવા છતાં પોલીસ ફરિયાદમાં ખોટી માહિતી આપતાં હાલોલ રૂરલ પોલીસ મથકે ગોપાલ ગણપતભાઈ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.