નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ લશ્કરી ગુપ્તચર માહિતી લીક થવાના સંબંધમાં સાત રાજ્યોમાં દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની જાસૂસી ગેંગ દ્વારા ગુપ્ત સંરક્ષણ માહિતી લીક કરવાના સંબંધમાં સાત રાજ્યોમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એનઆઇએની ટીમે અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ જગ્યા શંકાસ્પદ લોકો સાથે જોડાયેલી હતી જેમણે ભારતમાં જાસૂસી પ્રવૃત્તિઓ કરવા માટે કથિત રીતે પાકિસ્તાન પાસેથી નાણાં મેળવ્યા હતા.
એનઆઇએના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની આઇએસઆઇ જાસૂસી રિંગ દ્વારા સંરક્ષણ ગુપ્ત માહિતી લીક કરવાના કેસમાં ગુજરાત, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં ૧૬ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ૨૨ મોબાઈલ ફોન અને ઘણા સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
એનઆઇએએ જુલાઈ ૨૦૨૩ માં કેસ સંભાળ્યો, જે મૂળરૂપે આંધ્ર પ્રદેશના ’કાઉન્ટર-ઈન્ટેલિજન્સ સેલ’ દ્વારા જાન્યુઆરી ૨૦૨૧ માં નોંધવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ કહ્યું કે આ મામલો સરહદ પારથી રચાયેલા ભારત વિરોધી કાવતરાના ભાગરૂપે ભારતીય નૌકાદળ સાથે સંબંધિત સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી લીક કરવા સાથે સંબંધિત છે.
એનઆઇએ એ ૧૯ જુલાઈ, ૨૦૨૩ના રોજ ફરાર પાકિસ્તાની નાગરિક મીર બાલાઝ ખાન સહિત બે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.એનઆઇએએ કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપી આકાશ સોલંકી સાથે મીર બલજ ખાન જાસૂસી ગેંગમાં સામેલ હતો. ૬ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ,એનઆઇએએ અન્ય બે આરોપીઓ મનમોહન સુરેન્દ્ર પાંડા અને એલવેન વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાંડાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાકિસ્તાની જાસૂસી રિંગનો સભ્ય અલ્વેન ફરાર છે. એ
એનઆઇએએ પાકિસ્તાની જાસૂસી એજન્ટ સાથે ષડયંત્ર રચવાના આરોપમાં એક આરોપી અમન સલીમ શેખ સામે મે ૨૦૨૪માં બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.