ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એન્ટિ-રેગિંગ કમિટીએ યુનિવસટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા તા. ૧૨ થી ૧૭મી ઓગસ્ટ સુધી ’એન્ટી રેગિંગ સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહની ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓને રેગિંગની હાનિકારક અસરો વિશે જાગૃતિ કરી પરસ્પર આદરની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને રેગિંગના કોઈપણ સ્વરૂપ માટે સંસ્થાની ઝીરો ટોલરન્સ પોલીસીને વધુ મજબૂત બનાવવાનો હતો.
આ સપ્તાહનો શુભારંભ તા. ૧૨મી ઓગસ્ટ ‘નેશનલ એન્ટિ-રેગિંગ ડે’ના દિવસે સાઈબર ક્રાઈમ અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડૉ. લવિના સિન્હા દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, રેગિંગ-મુક્ત કેમ્પસ બનાવાની જિમ્મેદારી આપડા બધાની છે અને સાથે જ સાયબર ધમકીઓ સામે ચેતી રહેવા માટે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃતિઓ થકી વિદ્યાર્થીઓમાં રેગિંગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, તા. ૧૩મી ઓગસ્ટે, યુનિવસટીના વિદ્યાર્થીઓ માટે રેગિંગના કાયદાકીય પરિણામો વિશે જાગૃતિ લાવવા અંગે પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપર્ધામાં વિદ્યાર્થીઓને તેમના વિચારોને અભિવ્યક્ત કરવા સંદર્ભે માહિતી પ્રસારિત કરવા ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે, તા. ૧૪મી ઓગસ્ટના રોજ, વિદ્યાર્થીઓને રેગિંગ અટકાવવા માટે સ્લોગન સ્પર્ધાનું, તા. ૧૬મી ઓગસ્ટે વિદ્યાર્થીઓએ એક્સટેમ્પોર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સમર્થનાત્મક કેમ્પસ સંસ્કૃતિ નિર્માણ માટે તેમના વિચારો અને ઉકેલો પર વિચારવિમર્શ કર્યો હતો.
સપ્તાહના છેલ્લા દિવસે તા. ૧૭મી ઓગસ્ટના રોજ સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં સમગ્ર સપ્તાહ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યુનિવસટીના મહાનિદેશક ડૉ. સુબીર મજુમદારે યુનિવસટીની આદરપૂર્ણ અને સુરક્ષિત પરિસર જાળવવાની પ્રતિબદ્ધતાની પુન: પુષ્ટિ કરી હતી. સાથે જ મદદનીશ પ્રાયાપક ડૉ. નિશા સિંહને એન્ટી-રેગીંગ કમીટીનાં સભ્ય સચિવ તરીકે સુચારુ રૂપે એન્ટી રેગિંગ સપ્તાહનાં આયોજન માટેની તમામ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.