
મલયાલમ અભિનેત્રી મીનુ મુનીરના ખુલાસા બાદ સીપીઆઇ એમના ધારાસભ્ય અને અભિનેતા મુકેશ અને જયસૂર્યાની મુશ્કેલીઓ વધી રહી છે. અભિનેત્રીની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ જાતીય અને મૌખિક ઉત્પીડનના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
મીનુ મુનીરે મુકેશ, જયસૂર્યા અને અભિનેતા એડવેલા બાબુ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મીડિયા રિપોર્ટ્સના દાવા મુજબ, કેરળ પોલીસે તાજેતરમાં માહિતી આપી હતી અને કહ્યું હતું કે તમામ ફરિયાદોના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૫૪ હેઠળ જયસૂર્યા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ મોડી રાત સુધી મીનુ મુનીરનું નિવેદન નોંયું હતું. મીનુએ તાજેતરમાં ફેસબુક પોસ્ટ દ્વારા સાત લોકો પર શાબ્દિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. એક દિવસ બાદ તેણે તમામ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
અભિનેત્રીના કહેવા પ્રમાણે, આ બાબતોને કારણે તેણે મલયાલમ ઈન્ડસ્ટ્રી છોડવી પડી હતી. મીનુની ફરિયાદ મુજબ, કેટલાક લોકોએ તેની જાતીય સતામણી કરી હતી. તે જ સમયે, કેટલાકે તેને મૌખિક રીતે હેરાન કર્યા. સાથે જ આ કેસના આરોપી મુકેશે નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મુનીરે પહેલા આથક મદદ માંગી હતી અને બાદમાં તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મુકેશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફિલ્મ ઉદ્યોગમાં મારી અને અન્ય સાથીદારો પર લાગેલા આરોપોના જવાબમાં ચાલી રહેલી તપાસનું હું સ્વાગત કરું છું. સાર્વજનિક ક્ષેત્રમાં ચર્ચા કરવામાં આવી રહેલા આરોપો પાછળના સત્યને ઉજાગર કરવા માટે તે નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવશે. અને પારદર્શક તપાસ મહત્વપૂર્ણ છે. જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ અભિનેતા પર આ આરોપો લગાવવામાં આવ્યા છે. મીનુ મુનીરની ફરિયાદ બાદ કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી મુકેશના ધારાસભ્ય પદેથી રાજીનામાની માંગણી તેજ થઈ ગઈ છે.