ગોધરા પોસ્કો કોર્ટ દ્વારા બળાત્કારના ગુન્હામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી

ગોધરા,

ગોધરાની પોકસો કોર્ટ દ્વારા બળાત્કારનાં ચકચારભર્યા કેસમા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ તથા ભોગ બનનારને રૂા.ચાર લાખનું વળતર ચકવવાનો હુકમ ફરમાવ્યો છે.

બનાવની વિગત મુજબ તા.31.7.2021 થી તા.1.8.2021 નાં રોજ વંદેલી ચાદરણી ફળીયા ગામે આરોપી પંકેશભાઈ 2ણજીતભાઈ બારીયા, રહે.મોજરી, તા.મોરવા(હ)નાઓએ ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી, પટાવી, ફોસલાવી પત્ની તરીકે રાખવા તથા યૌનશોષણ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ બળાત્કાર કર્યા અંગેનો કેસ ગોધરાના પાંચમા સ્પેશ્યલ જજ એચ.પી.મહેતાની કોર્ટમા ચાલી જતા, ફરીયાદપક્ષ તરફથી સરકારી વકીલ એમ.કે.દેશમુખ દ્વારા ફરીયાદી ભોગ બનનાર અને ડોકટરની જુબાની ધ્યાને લઈ, તે અંગે વિગતવારની દલીલો કરી હતી. ત્યાર બાદ આજ રોજ તા. 30.11.2022 ના રોજ સજા અંગેની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આરોપી પંકેશભાઈ બારીયાને ઈ.પી.કો.ક. 303 માટે 7(સાત) વર્ષ સખત કેદની સજા તથા રૂા.પ,000 નો દંડ તથા ઈ.પી.કો.ક.376(2)(એન) ના ગુના માટે 20(વીસ) વર્ષના સખત કેદની સજા તથા રૂા.10,000 દંડ તથા ઈ.પી.કો.ક. 376 (3) ના ગુના માટે 20(વીસ) વર્ષની સખત કેદ તથા રૂ.10,000નો દંડ તથા પોકસો એકટની કલમ-4 અને 6 માટે 20(વીસ) વર્ષની સખત કેદની સજા તથા બંને કલમો હેઠળ રૂ.10,000 લેખે રૂા.20,000 દંડ તથા પોકસો એકટની કલમ12 મુજબના ગુના માટે 3 (ત્રણ) વર્ષની સજા તથા રૂા.2,000 દંડ ફરમાવ્યો છે.

જયારે આ કામના ભોગ બનનારને રૂા.4,00,000 નુ વળતર આપવા ગોધરા ડી.એલ.એસ.એ. ના સેક્રેટરીને વળતર આપવા આદેશ કર્યો છે.