લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, અનાજ, કઠોળ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની વસ્તુઓ બગડી ગઈ છે. ઘરોમાં કાદવ કિચડ ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરમાં જળબંબાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોના જીવન અને મિલક્તને ભારે નુક્સાન થયું છે.
શહેરના રણજીતસાગર રોડ, સરદાર પાર્ક, વ્રજ, આશીર્વાદ, મંગલદીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, અનાજ, કઠોળ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની વસ્તુઓ બગડી ગઈ છે. ઘરોમાં કાદવ કિચડ ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રંગમતી નદી બે કાંઠે વહી રહી છે. જામનગર જિલ્લાના તમામ જળાશયો ઓવરલો થઈ ગયા છે. આ સ્થિતિને યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એનડીઆરએફની ટીમને રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ભારે વરસાદને કારણે જામનગર શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને રોજિંદા જીવન જીવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા છે.
જામનગર નગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. પરંતુ ભારે વરસાદને કારણે પાણી નિકાલની કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના લોકોને આપત્કાલિન પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી દૂર રહે અને જરૂરી સાવચેતી રાખે.