કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ) એક્ટ, ૨૦૧૯ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ ’ઓળખનું પ્રમાણપત્ર’ પાન કાર્ડ માટે અરજી કરવા માટે માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કહ્યું કે ભારતીય સંઘે આ વિનંતીને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે. કેન્દ્ર સરકાર આ અંગેના નિયમોમાં સ્પષ્ટતા લાવવાનું પણ વિચારી રહી છે.
ખંડપીઠે કહ્યું, ’પીટીશનની પેન્ડન્સી દરમિયાન, અમે ભારતના યુનિયનનો જવાબ માંગ્યો હતો, જેણે આ મામલે ખૂબ જ સમર્થન કર્યું છે અને તેમણે વર્તમાન પિટિશનમાં ઉઠાવવામાં આવેલી તમામ માંગણીઓનો વ્યાપકપણે સ્વીકાર કર્યો છે. તે એમ પણ કહે છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ ની કલમ ૬/૭ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર સ્વીકાર્ય રહેશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ ની કલમ ૬ અને ૭ ઓળખ પ્રમાણપત્ર અને લિંગમાં ફેરફાર સાથે વ્યવહાર કરે છે.
ખરેખર, એક ટ્રાન્સજેન્ડરે વર્ષ ૨૦૧૮માં અરજી દાખલ કરી હતી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના ઁછદ્ગ ને આધાર સાથે લિંક કરવાના તેના પ્રયાસો નિષ્ફળ ગયા હતા કારણ કે આધાર કાર્ડની જેમ પાન કાર્ડમાં ’થર્ડ જેન્ડર’ વિકલ્પ નથી. બિહારના સામાજિક કાર્યર્ક્તા રેશ્મા પ્રસાદે સુપ્રીમ કોર્ટને પાન કાર્ડ પર અલગ થર્ડ જેન્ડર કેટેગરીનો વિકલ્પ બનાવવાનો નિર્દેશ આપવા જણાવ્યું હતું, જેથી તેના જેવા ટ્રાન્સજેન્ડર લોકો તેને આધાર સાથે લિંક કરીને ’સચોટ ઓળખ પ્રમાણપત્ર’ મેળવી શકે. તેણીએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી આધાર સિસ્ટમમાં ત્રીજા લિંગની શ્રેણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેણીએ આધારમાં ટ્રાન્સજેન્ડર તરીકે નોંધણી કરાવી હતી.