દે.બારીયા શહેરમાં એક જ સપ્તાહમાં બે અલગ અલગ વિસ્તારોમાં તસ્કરો ત્રાટકીયા અને પોલીસ ઉંધતી રહી અને તસ્કરો ફરાર

દે.બારીયા શહેરમાં ધરફોડીયા તસ્કરો બેફામ બન્યા છે અને દે.બારીયાની બાહોશ પોલીસ ઉંધતી રહી ગયા ગુરૂવારથી આજના ગુરૂવાર સુધીમાં ધરફોડીયા તસ્કરોએ અલગ અલગ વિસ્તારોમાં 10 થી 12 ધરોમાં તાળા તોડીને બંધ ધરોમાં ચોરી કરીને તસ્કરો ફરાર પણ થઈ ગયા જેથી પોલીસ પોઈન્ટ પોલીસ પેટ્રોલીંગ પર સવાલો ઉભા થયા છે.

અગાઉ પણ ભે દરવાજા વિસ્તારમાં શટરોના તાળા તોડી અને એક ઈલેકટ્રોનિક દુકાન પાછળ દિવાલમાં બાકોરું પાડી મોંધી લાઈટોની ચોરી થઈ હતી. ત્યાર બાદ પણ પોલીસે આવા તત્વોને ગંભીરતાથી લીધી ન હતી. તેના કારણે તસ્કરો બેફામ બે ખોફ થઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રાટકી રહ્યા છે.

મળતા સુત્રો અનુસાર તા.22/08/2024 ગુરૂવાર થી લઈને તા.29/08/2024 ગુરૂવાર માત્ર છ દિવસમાં જ તસ્કરોએ પહેલા ધાનપુર રોડના ત્રણ ધરોના તાળા તોડીને શારદાબેનના બંધ ધર માંથી ચોરી સોના-ચાંદીની રકમ ચોરી લઈ ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે ગયા બુધવારની રાત્રીએ લાલબાગ જેવા વિસ્તારમાંં 08 થી 10ધરો પર ત્રાટકીને તાળા તોડીને નાખ્યાના અહેવાલ મળતા હવે મારી કલમ હાથમાં લઈને આ ધટના અંગેનો ભાંડો પ્રસિદ્ધ કરવો મારા પત્રકારીત્વના દાયરામાં આવે છે. લાલબાગ વિસ્તારમાં કેટલા ધરોમાં શું શું ? ચોરી થઈ છે. તેના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આ લાલબાગમાં તસ્કરોએ તાળા તોડીને જાણે દે.બારીયા શહેરની બાહોશ પોલીસને પડકાર ફેંંકયો હોય તેવું લાગી રહ્યું છે.

માત્ર એક સપ્તાહમાં બે અલગ અલગ વિસ્તારોને તસ્કરોએ ટારગેટ કયાૃ છે. જાણે તસ્કરોને પોલીસની બીક નથી રાજમહેલ નાકા પાસે માત્રને માત્ર બેરીકેટ મુકીને પોલીસ સંતોષા માની રહી છે શું ? રાત્રી પેટ્રોલીંગમાં માત્રને માત્ર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પાસે તોડપાણી અને હપ્તા ખોરીનો ખેલ ચાલે છે તે તપાસનો વિષય છે કે પછી કમાઉ દીકરા સમાન પોલીસ કોન્સ્ટેબલોને એક જ જગ્યા ઉપર આઠ વર્ષ સુધી રાખીને ઈનામ આપવાનું કયા સુધી ચાલતુંં રહેશે. તે મોટો સવાલ છે આના ઉપરથી લાગી રહ્યું છે કે રાત્રી પેટ્રોલીંગની પોલ ખુલી જવા પામી છે.

પોલીસ પ્રજાની મીત્ર છે. તસ્કરો અને બુટલેગરોની નહી શહેરની આમ જનતામાં ભયનો માહોલ છે. પોલીસને આ તસ્કરોને નાથ નાખવી હોય તો જે પ્રમાણે મેદ્રા ચોકડી ઉપર પોલીસ ચોકી ઉભી કરી છે તે મુજબ શહેરના ત્રણ નાકા ઉપર રાત્રી પોઈન્ટો ઉભા કરવા પડશે રાત્રીમાં અવરજવર કરતા દરેક વાહનોનું ચેકીંગ કરવામાં આવે તેવી માંગ છે. આવનારા દિવસોમાં તસ્કરોને દે.બારીયાની પોલીસ શુંં ? પકડીને સળીયા પાછળ નાખવામાંં સફળ થશે નહિ તે આવનારો સમય બતાવશે.