ગોધરા ગ્રાન્ટેડ સેન્ટ આર્નોલ્ડ સ્કુલમાં ગુજરાતી માધ્યમ બંધ કરવાની તજવીજ સામે વોર્ડ નં.1ના જાગૃત વ્યકિતઓ દ્વારા જીલ્લા અધિક કલેકટરને આવેદન આપ્યું

ગોધરા શહેરમાં આવેલ સેન્ટ આર્નોલ્ડસ ગુજરાતી માધ્યમની ગ્રાન્ટેઈડ શાળા આવેલ છે. આ ગ્રાન્ટેઈડ શાળામાં વોર્ડ નં.1 અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ત્યારે સેન્ટ આર્નોલ્ડસ શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા મનસ્વી રીતે ગુજરાતી માધ્યમ બંધ કરવાની તજવીજ હાથ ધરવામાંં આવી છે. ત્યારે સેન્ટ આર્નોલ્ડસ શાળામાં ગુજરાતી માધ્યમ બંધ ન કરવામાં આવે તે માટે વોર્ડ નં.1ના રહિશો દ્વારા પંચમહાલ જીલ્લા અધિક કલકેટરને આવેદન આપી રજુઆત કરાઈ હતી.

ગોધરાના અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ સેન્ટ આર્નોલ્ડસ હાઇસ્કુલ વોર્ડ નં.1 વિસ્તારની એકમાત્ર ગ્રાન્ટેઈડ શાળા છે. આ ગ્રાન્ટેઈડ શાળામાં વોર્ડ નં.1 વિસ્તારના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે અને આ વિસ્તારના મધ્યમવર્ગના બાળકો રાહતદરે સુવિધાપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરી શકે છે. ત્યારે સેન્ટ આર્નોલ્ડસ શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા મનસ્વી રીતે શાળામાં ગુજરાતી માધ્યમ બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સેન્ટ આર્નોલ્ડસ શાળામાં ગુજરાતી માધ્યમ બંધ કરવાનુંં કોઈ કારણ ન હોય તે છતાંં શિક્ષણનું વ્યાપારીકરણ કરવાના આશ્યથી ટ્રસ્ટ મંડળ દ્વારા નિર્ણ્ય કરવામાં આવ્યો છે. જેને લઈ વોર્ડ નં.1ના જાગૃત રહિશો દ્વારા પંચમહાલ જીલ્લા અધિક કલેકટરને આવેદન આપીને સેન્ટ આર્નોલ્ડસ શાળામાં ગુજરાતી માધ્યમ બંંધ ન થાય તેવી રજુઆત કરવામાં આવી છે.