શહેરા તાલુકાના વાંટાવછોડા ગામે પાનમ હાઈ લેવલ કેનાલ પાસેથી પસાર થતાં કાચા રસ્તા પર પડેલું મસમોટું ગાબડું પુરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ

  • ગાબડું પડતા અવરજવરનો રસ્તો બંધ થયો હતો,જોકે ગાબડું પૂરાતા રસ્તો પુન: શરૂ થયો હતા.ે

અવિરત વરસેલા ભારે વરસાદમાં શહેરા તાલુકાના વાંટાવછોડા ગામમાં પાનમ હાઈ લેવલ કેનાલ પાસેથી પસાર થતાં મુવાડી ફળીયા તરફ જતા કાચા રસ્તા ઉપર 5 થી 7 ફૂટ ઉંડું મસમોટું ગાબડુ પડ્યું હતું. મુવાડી ફળિયાને જોડતા કાચા રસ્તા ઉપર મસમોટું ગાબડું પડતાં મુવાડી ફળિયાના સ્થાનિક રહીશોનો અવરજવર કરવાનો રસ્તો બંધ થયો હતો. જેના કારણે સ્થાનિકોને અવર જવર કરવું મુશ્કેલ બન્યું હતું. આ અહેવાલ પ્રસારિત થતાં તંત્ર દોડતું થયું હતું,અને તાત્કાલિક કાચા રસ્તા પર પડેલ ગાબડું પુરવાની કામગીરી માટે તંત્ર પાનમ હાઈ લેવલ કેનાલ પાસે પહોંચ્યું હતું, પરંતુ બુધવારે વરસાદના કારણે કામગીરી થઈ શકે તેમ ન હતી. ત્યારબાદ આજે ગુરૂવારના રોજ તંત્ર દ્વારા જેસીબી મશીન મદદથી માટી નાખીને પાનમ હાઈ લેવલ કેનાલની બાજુમાં આવેલા કાચા રસ્તા પર બે થી ત્રણ જગ્યાએ પડેલા ગાબડા પુરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગાબડું પુરાતા સ્થાનિક લોકો માટે અવરજવર કરવાનો રસ્તો પુન: શરૂ થયો હતો.