બાલાસિનોર મામલતદાર ટીમે ગળતેશ્વરના કાઠડી ગામેથી 25 લોકોનું રેસ્ક્યું કરીને બચાવ્યા

બાલાસિનોર મામલતદાર ટીમ દ્વારા ગળતેશ્વર તાલુકાના કાઠડી ગામેથી 25 લોકોનું રેસક્યું કરી સહી સલામત બહાર લાવવામાં સફળ બન્યા હતા. ત્યારે ગળતેશ્વર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો બાલાસિનોરના પ્રાંત અધિકારી હિરેનભાઈ ચૌહાણની સૂચનાથી બાલાસિનોર મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા ને જાણ થઈ હતી કે તાલુકાના વડદલા ગામે સેઢી નદીનું પાણી આવી જતા 25 થી વધુ લોકો ફસાયા છે. જેથી મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ જ્યાં લોકો ફસાયા તે ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના કાઠડી ગામે ફસાયા હોવાની જાણ થતાં બાલાસિનોર મામલતદાર દ્વારા ગળતેશ્વર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ટેલીફોનીક સંપર્ક કર્યો હતો.

જ્યારે કાઠડી ગામે લોકો ખેતરમાં પોતાના મકાનમાં હાજર હતા તે સમયે સેઢી નદીનું પાણી અને કોતરનું પાણી ફરી વળતા લોકો અવર-જવરનો રસ્તો બંધ થઈ ગયો હતો. ત્યારે બાલાસિનોર મામલતદાર દ્વારા ટ્રેક્ટર બોલાવી બાળકો સાથે સ્ત્રી અને પુરૂષો મળીને કુલ 25 લોકોનું રેસ્ક્યુ કરી બહાર લાવવામાં સફળ બન્યા હતા. ત્યારે ઘટના સ્થળે ગળતેશ્ર્વર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ દોડી આવ્યા હતા.