- કોન્ટ્રાકટરો એ ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું.
વિરપુરના અણસોલીયા તળાવના વિકાસના કામ માટે લાખો રૂપિયાની ફાળવવામાં આવી હતી. ત્યારે આર એન્ડ બી વિભાગ દ્વારા તળાવની પાળ પ્રોટેકશન માટે પથ્થર પેચિંગના કામ માટે મસમોટી ગ્રાન્ટ ફાળવવામાં આવતા કોન્ટ્રાકટરો ઘી કેળાં સમજી આડેધડ નાણાંનો વ્યય કરી ગેરરીતિ આચર્યાની વિગતો બહાર આવી છે. ત્યારે પથ્થર પેચિંગનું ધોવાણ થતા સરકારના લાખો રૂપિયા પાણીમાં ઘરકાવ થતા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરી બિલના નાણાં અટકાવી રિકવરી કરવામાં આવે અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
પથ્થર પેચિંગ માટે આશરે બાર લાખ જેટલી મસમોટી ગ્રાન્ટ ફળવાયાની વિગતો બહાર આવી છે. ત્યારે પથ્થર પેચિંગનું કામ આશરે ચાર માસ અગાઉ ટેન્ડરીગ થયાનું જાણવા મળેલ હોય, ત્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉં કરી જનારા કોન્ટ્રાકટરો સાથે તંત્રના કોઈ મળતીયાને તાલમેલ કે પછી રહેમનજર તે પણ એક મોટો સવાલ છે.
મસમોટી મલાઈ ખાઈજનારા જવાબદારો સામે તંત્રના ઉચ્ચ અધિકારીઓ એજન્સી સામે કાર્યવાહી કરશે કે ભીનું સંકેલશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે લાખો રૂપિયા પાણીમાં ઘરકાવ થતા કોના બાપની દિવાળી, વહીવટી તંત્રના અધિકૃત S.O ફરકલું માર્યું હોત તો ચાર માસના સમયગાળામાં ધોવાણ થતું અટક્યું હોત બિલકુલ નબળી પ્રકારની હલ્કી ગુણવત્તાનું કામ થયાનું ધોવાણ થતા બહાર આવ્યું છે.
ત્યારે વિરપુરના જાગૃત અગ્રણી રૂબરૂ મુલાકાત લઈ કામ બીજી વખત કરવા સૂચન કરવામાં આવેલું તેમ છતાં બેદરકાર કોન્ટ્રાકટરો મનસ્વી વલણ દાખવી કોના ઈશારે હોતી હૈ ચલતી હૈ જેવી આકરી નીતિ અપનાવી આંખ આડા કાન કરી મસમોટી ગ્રાન્ટના નાણાં વેડફવામાં સફળ રહ્યા છે. ત્યારે તંત્રના વોકે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી કે મિલીભગત આવા અનેક સવાલો ઉભા થાય છે. હલ્કી ગુણવત્તાનું માલસામાન વાપરીને નાણાંનો વ્યય કરવામાં આવ્યો હોવાનું પણ લોકમુખે ચર્ચાય રહ્યું છે.
ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને મસ્ટરબુક ભરી બિલ પાસ કરતા હશે કે તસ્દી લેવામાં રસ નથી કે પછી મલાઈ ખાટવામાં રસ હશે, તેવા સ્થાનિકોમાં તર્ક વિતર્ક ઉભા થયાં છે. એજન્સીને કમ્પ્લીશન સર્ટીફિકેટ આપેલ છે કે કેમ ? આવા કો્ટ્રાકટરો કામ કરવા સક્ષમ છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. આવી એજન્સી પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? ત્યારે સરકારના નાણાંનો વ્યય થતા વહેલી તકે અટકાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. સ્થાનિકોએ વહીવટી તંત્ર પર રોષ ઠાલવતા મસમોટુ બિલ રોકવાની પણ માંગ કરવામાં આવી છે.