સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનને જન કલ્યાણ માટે સન્માનિત

દિલ્હી, 29 ઓગસ્ટ, 2024 સત્ગુરૂ માતા સુદીક્ષા જી મહારાજના દિવ્ય માર્ગદર્શન હેઠળ નિરંકારી મિશનની સામાજીક શાખા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનને સમાજ કલ્યાણર્થ વિવાંતા હોટલ, દ્વારકા, દિલ્હીમાં આયોજીત C.S.R. શિખર પરિષદની 11મી આવૃત્તિના એવોર્ડ સમારોહમાં, U.B.S. ફોરમ દ્વારા વર્ષના સૌથી પ્રભાવશાળી N.G.O. રૂપે સન્માનિત કરવામાં આવ્યું.

આ અવસર પર સન્માનિત પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે સંત નિરંકારી મંડળના સચિવ પરમ આદરણીય જોગીન્દર સુખીજા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ ગૌરવશાળી સન્માન પ્રાપ્ત કરતી વખતે જણાવ્યું હતું કે, સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનને આવા અનેક વિશિષ્ટ પુરસ્કારો, વિભિન્ન સામાજીક અને ધર્માર્થ પ્રયાસો માટે કરવામાં આવી રહેલા પ્રભાવશાળી કાર્યને પ્રકાશિત કરવા હેતુ મળ્યા છે. જે સત્ગુરૂ માતાજી અને નિરંકારી રાજપિતાજીના અનમોલ અને પ્રેરણાદાયક શિક્ષાનું સુંદર પરિણામ છે. નિ:સંદેહ આ ક્ષણ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે.

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સમાજના દરેક ક્ષેત્રમાં ખાસ કરીને કલ્યાણકારી પરિયોજના ક્રિયાન્વિત કરી પોતાની સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે. જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણ વિશેષ છે. આ કાર્યક્રમ અંતર્ગત S.N.C.F.ના સ્વયંસેવકો દ્વારા એક ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે માધ્યમ થી મિશન દ્વારા કરવામાં આવેલા વિભિન્ન પ્રભાવશાળી કાર્યોને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.