ગુજરાત સરકારનાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા આયોજીત અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, મહીસાગર સંચાલિત નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા:2024-25નું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં ભાગ લેવા ઈચ્છતા મહીસાગર જીલ્લાના વિસ્તારમાં રહેતા યુવક-યુવતીઓએ પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14 થી 35 વર્ષ અને રાસ સ્પર્ધામાં 14 થી 40 વર્ષના ભાગ લઈ શકશે. આ જીલ્લાકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ નિયત નમુનાનું અરજીપત્રક સંપૂર્ણ વિગત સાથે બે નકલમાં ભરી, જન્મ તારીખનાં પુરાવા તરીકે દરેક સ્પર્ધકની આધારકાર્ડની નકલ સાથે અરજી પ્રતિ, જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં-212 બીજો માળ કલેકટર કચેરી લુણાવાડા મહીસાગર ખાતે તા.11/09/2024 સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. પ્રાચીન-અર્વાચીન ગરબા તેમજ રાસનાં શબ્દો અરજી સાથે આપવાનાં રહેશે.