સંતરામપુરમાં ભારે વરસાદને લઈ દુકાનદારોની દુકાનના ભોયરામાં પાણી ભરાતા જનરેટર દ્વારા પાણી કાઢવાનું શરૂ કર્યું

સંતરામપુરમાં અતિભારે વરસાદના કારણે મોટાભાગના દુકાનદારોને ભોયરામાં પાણી ભરાતા જનરેટર દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરાઈ. સંતરામપુરમાં વરસાદે ભુક્કા બોલાવી નાખ્યા ગ્રામ્ય વિસ્તારમાં ડાંગર અને મકાઈનું પાક ખેતરોમાં પાણી ફરી વળતા ચોમાસું પાક ધોવાઈ ગયો. જ્યારે બીજી બાજુ સંતરામપુર નગરમાં અંદાજીત 30 જેટલા ભોયરાની દુકાનોમાં પાણી ભરાઈ રહેતા જનરેટર દ્વારા પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. ધંધા રોજગારમાં પણ મોટી અસર જોવા મળી આવેલી હતી. આખો દિવસ પાણી કાઢવામાં આવે છે અને સવારે પાસે ભરાઈ જતું હોય છે.

વરસાદનું પાણી જમીન માંથી વારંવાર ફૂટવાથી ભોયરામાં પાણી ભરાઈ જતા તળાવની જેમ જોવા મળી આવેલું છે. મકાન માલિકોને દુકાનદારો પાણી કાઢી કાઢીને થાકી ગયા પણ પાણી ઓછું થવાનું નામ જ નથી લેતું. તેવી સંતરામપુર નગરમાં પરિસ્થિતિ સર્જાઇ રહેલી છે, જ્યાં દેખો ત્યાં સંતરામપુર નગર પાણીમાં ઘરકાવ જોવા મળી આવેલું છે. આખો દિવસ જનરેટર ચલાવીને પાણી બહાર કાઢવા માટેનું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોલેજ રોડ વિસ્તાર, નવા બજાર કોમ્પ્લેક્સ, સિંગપુર, લુણાવાડા રોડ, શોરૂમ વિવિધ વિસ્તારમાં વિવિધ દુકાનોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે.