- મહીસાગરની 280 આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરાયો.
જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે. જેથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે.
મહીસાગર જીલ્લામાં વધુ વરસાદ થવાથી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહેલ છે. મહીસાગર જીલ્લામાં કુલ 280 આરોગ્ય ટીમ દ્રારા અસરગ્રસ્ત વિસ્તારમાં દૈનિક સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ રોગચાળો ન ફેલાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે.
આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબલેટ,ઓ.આર.એસ. તેમજ ક્લોરીન ટેસ્ટ કરીને ચોખું પાણી પીવાલાયક મળી રહે તે માટે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ લોકોમાં ભય ન ફેલાય તે માટે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રકારની આઇ.ઈ.સી. કરવામાં આવી રહી છે. તેમજ અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કોઈપણ રોગચાળો ન ફેલાય તે માટે એન્ટીલારવા કામગીરી, દવાનો છંટકાવ, ફોર્મિંગ, ક્લોરીનેશન ટેસ્ટ વગેરે કામગીરી કરવામાં આવી રહેલ છે.