ગોધરા-રતલામ સેકશનમાં લીમખેડા-મંગલમહુડી વચ્ચે ટ્રેક ઉપર માટી ધસવાની ધટનાને લઈ 24 કલાક પેટ્રોલિંગ શરૂ કરાયુ

મુંબઈ-દિલ્હી રૂટના મંગલમહુડીથી લીમખેડા વચ્ચે ધોધમાર વરસાદને પગલે ટ્રેક નજીકની માટી ધસી પડવાની ધટના બાદ રેલ્વે હવે એકશન મોડમાં જોવા મળ્યુ છે. ખાસ કરીને રાજધાની રૂટના ગોધરા-નાગદા વચ્ચે સંવેદનશીલ સેકશનમાં 24 કલાક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે. તેમાં પણ એવા વિસ્તાર કે જયાં પાણી વધુ ભરાય છે. ત્યાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે ડ્રાઈવરો સાથે લોકો ઈન્સ્પેકટર ફુટ પ્લેટનુ પણ નિરીક્ષણ પણ કરી રહ્યા છે. એટલુ જ નહિ રેલ્વેએ રાહત ટીમ સાથે આપાતકાલિન પરિસ્થિતિમાં કામ લાગતા સાધનોને રેડી ટુ યુઝ તૈયાર કરવામાં આવ્યા અને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં બનેલી આ ધટના એલર્ટનેસને કારણે સામે આવી હતી. અને પાંચ કલાકમાં અપલાઈન પુર્વવત કરવામાં આવી હતી તેવુ જાણવા મળ્યુ હતુ.