ગોધરાના રણછોડજી મંદિર પિપ્યુટકર ચોક સુધી રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ નહિ થતાં રાહદારીઓ અને દુકાનદારો પરેશાન

ગોધરાના રણછોડજી મંદિરથી પિપ્યુટકર ચોક તરફ જતાં રસ્તા ઉપર વરસાદી પાણીના નિકાલ નહિ થતાં પાણી ભરાયેલ હોવાને લઈ રાહદારીઓ, વાહનચાલકો તેમજ દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે.

ગોધરાના રણછોડજી મંદિર સ્વામીનારાયણ મંદિર તરફ જવાના રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ થયેલ નથી. એક દિવસ વરસાદ બંધ થવા છતાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરાયેલ જોવા મળી રહ્યા છે. પિપ્યુટકર ચોક પાસે ભુગર્ભ ગટરલાઈનની મુખ્ય ચેમ્બર આવેલ છે. તેમ છતાં આ વિસ્તારમાં દુકાનો આગળ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થયેલ નથી. એક ભાગમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલ કરાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યુ છે.જેને લઈ આ રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓને વરસાદી પાણી ભરેલ રસ્તા ઉપરથી પસાર થવા મજબુર બન્યા છે. રોડ ઉપર ભરાયેલ પાણીનો નિકાલ નહિ થતાં દુકાનદારો પરેશાન થઈ ગયા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા ચોકઅપ થયેલ ગટરલાઈનની સાફસફાઈ કરાવીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તે જરૂરી છે.