ગોધરા તાલુકાના કંકુથાંભલાથી પસાર થતાં દિલ્હી-મુંબઈ નેશનલ કોરીડોર હાઈવે રોડ ઉપર આરોપીએ પોતાનુ ટ્રેકટર પુરઝડપે અને ગફલતભરી રીતે રિવર્સ હંકારી લાવી જમણી સાઈડમાં બેઠેલ વ્યકિત પૈકી જતાં ટ્રેકટરનુ ટાયર નીચે આવી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેઓને સારવાર માટે લઈ જતાં મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના કંકુથાંભલાથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરીડોર હાઈવે રોડ ઉપર ટ્રેકટર નં.-જીજે-17-ડી-3896ના ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે રિવર્સમાં હંકારી લાવતા ટ્રેકટરની જમણી બાજુ બેઠેલ રામ સ્વરૂપ ભવરરામ બડીયારને ટ્રેકટરમાંથી નીચે પડી ગયેલ હતા. જેઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મોત નીપજયું હતુ. ટ્રેકટર ચાલક વાહન મુકી નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.