અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પરિસરમાં બાંકડા પર મહિલા તબીબે હાથ પર ઝેરી ઈન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી હતી. જે કેસની પોલીસ તપાસમાં સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પીઆઇ ખાચરનું નામ સામે આવ્યું હતું. જે મામલે ખાચરે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેનો કોર્ટે ઈનકાર કરીને ખાચરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, સમગ્ર મામલે નામ આવતા પીઆઇ ખાચર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જે બાદ શનિવારે કેસના ૧૨૦ દિવસ બાદ શનિવારે ગાયકવાડ હવેલી પોલીસ મથકે હાજર થયા હતા. જ્યા એસપીએ તેમની આઠ કલાક સઘન પૂછપરછ કરી હતી તેમજ પીઆઈ પાસેથી લેપટોપ, મોબાઈલ સહિતના દસ્તાવેજ જપ્ત કર્યા હતા.
અગાઉ પીઆઇ ખાચર અને મહિલા તબીબ બંનેના સહમતીથી સંબંધ હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી સાથો સાથ મહિલા તબીબ પીઆઇ ખાચરના લગ્નજીવન અને બાળકો વિશે જાણતી હોવાની પણ રજૂઆત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષે રજૂઆત અને દલીલ કરી હતી. જણાવીએ કે, હાઈકોર્ટે અગાઉ પીઆઇ ખાચરને રાહત આપી હતી. જે રાહતથી પીઆઇની ધરપકડ ટળી હતી.
નોંધનયી છે કે, પોલીસને મહિલાના મૃતદેહ પાસેથી ૧૫ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ’હું જે અંતિમ પગલુ ભરવા જઈ રહી છું, તેની પાછળ પીઆઇ ખાચર જવાબદાર છે. મારી અંતિમ વિધિ પીઆઇ ખાચર કરે તેવો પણ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો. મહિલા અને પોલીસ ઈન્સ્પેક્ટર ખાચર વચ્ચે ૫ વર્ષથી પ્રેમ સંબંધ હતો.
થોડા મહિના અગાઉ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ પરિસરમાં ર્ડાક્ટર વૈશાલી જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક ર્ડાક્ટરનાં પર્સમાંથી ૧૫ પેજની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ પીઆઈ ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આથક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ તેમજ મૃતક વચ્ચે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળ્યું. જે મામલે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.