જાતીય સતામણીના આરોપોથી મલયાલમ ફિલ્મ ઉદ્યોગ હચમચી ગયો, અત્યાર સુધીમાં ૧૭ કેસ નોંધાયા છે

જાતીય સતામણીના આરોપોના પૂરે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ, મોલીવુડને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધીમાં જાતીય સતામણીના ૧૭ કેસ નોંધાયા છે. આરોપો વચ્ચે મલયાલમ મૂવી આટસ્ટ એસોસિએશન છસ્સ્છનું વિસર્જન પણ કરવામાં આવ્યું છે. પોલીસ આરોપોને લઈને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ પ્રોડ્યુસર્સની પૂછપરછ કરી શકે છે.

જાતીય સતામણીના આરોપોની શ્રેણીમાં નવો આરોપ ફિલ્મ અભિનેત્રી સોનિયા મલ્હારનો છે. મલ્હારનો આરોપ છે કે અભિનેતાએ ૨૦૧૩માં એક ફિલ્મના સેટ પર તેની છેડતી કરી હતી. અભિનેત્રીએ કેરળ સરકાર દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી છે. કેરળ સરકારે મોલીવુડમાં જાતીય સતામણીના આરોપોની તપાસ માટે આ વિશેષ તપાસ ટીમની રચના કરી છે. સોનિયા મલ્હાર પહેલા ફિલ્મ અભિનેત્રી મીનુ મુનીરે પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. મીનુ મુનીરનો દાવો છે કે હવે તેને ધમકીભર્યા સંદેશા મળી રહ્યા છે. મીનુએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. વિશેષ તપાસ ટીમ ટૂંક સમયમાં મીનુ મુનીરનું નિવેદન નોંધી શકે છે.

મલયાલમ ફિલ્મ અભિનેતા સિદ્દીકી પર પણ યૌન શોષણનો આરોપ લાગ્યો છે. એક ફિલ્મ અભિનેત્રીએ ૨૦૧૬માં સિદ્દીકી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ મામલે આઈપીસીની કલમ ૩૭૬ અને ૫૦૬ હેઠળ કેસ નોંયો છે. હાઈપ્રોફાઈલ ફિલ્મ સ્ટાર વિરુદ્ધ આ બીજી FIR છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા અભિનેતાઓ, દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓ સામે યૌન શોષણના આરોપો પણ લાગ્યા છે.

ગયા અઠવાડિયે જસ્ટિસ હેમા કમિટિનો રિપોર્ટ સાર્વજનિક થયા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક ટોચના લોકો વિરુદ્ધ આરોપોનો પૂર શરૂ થઈ ગયો છે. ૨૩૫ પાનાનો અહેવાલ જણાવે છે કે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ ૧૦-૧૫ પુરૂષ નિર્માતાઓ, દિગ્દર્શકો અને અભિનેતાઓ દ્વારા નિયંત્રિત છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૭માં ત્રણ સભ્યોની જસ્ટિસ હેમા કમિટીની રચના કરવામાં આવી હતી અને તેણે ૨૦૧૯માં તેનો રિપોર્ટ સુપરત કર્યો હતો. રિપોર્ટને અત્યાર સુધી સાર્વજનિક કરવામાં આવ્યો ન હતો કારણ કે તે તેના પ્રકાશન પર કાનૂની પડકારોનો સામનો કરી રહ્યો હતો.