સપોર્ટિંગ એક્ટર્સનું શોષણ થાય છે, દબાણ કરવામાં આવે છે,રજિત કપૂર

હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ એક તરફ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ એક વરિષ્ઠ અભિનેતાએ બોલિવૂડને લઈ એક ખુલાસો કર્યો છે.’રાઝી’માં આલિયા ભટ્ટના પિતા’હિદાયત ખાન’નું પાત્ર ભજવનાર રજિત કપૂરે બોલિવૂડ વિશે કેટલાક એવા ખુલાસા કર્યા છે, જે બોલિવૂડની વાસ્તવિક્તા જણાવે છે.બોલિવૂડમાં એક્ટર્સ અને પે પેરિટીના શોષણ પર અભિનેતાએ મોટો ખુલાસો કર્યો છે.

રજિત કપૂરના કહેવા પ્રમાણે ઈન્ડસ્ટ્રીમાં સપોટગ કે સાઇડ એક્ટર્સને ઓછા પૈસા અથવા પેમેન્ટ વગર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે અને જો પેમેન્ટ આપવામાં આવે તો પણ તે ક્યારેય સમયસર આપવામાં આવતું નથી.

અનફિલ્ટર્ડ બાય સમદિશ સાથેની વાતચીત દરમિયાન રજિત કપૂરે ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રક્ચર્ડ સિસ્ટમના અભાવ પર ધ્યાન આપ્યું અને તેને પગારની અસમાનતાનું સૌથી મોટું કારણ ગણાવ્યું. તેમણે કહ્યું કે લગભગ પાંચ વર્ષથી ચાલી રહેલી કાસ્ટિંગ એજન્સીઓને પણ આમાં બહુ ફરક પડ્યો નથી. કાસ્ટિંગ એજન્સીઓ પહેલા દિગ્દર્શકો અને સહાયક નિર્દેશકો અભિનેતાઓની પસંદગી માટે જવાબદાર હતા. આવા સંજોગોમાં ચૂકવણીની કોઈ ખાતરી વિના દિવસો સુધી રાહ જોવી પડતી હોવાથી તેઓને ઘણીવાર અધરમાં મુકવામાં આવતા હતા.

રજિત કપૂરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જ્યારે કલાકારોને તેમના પગારની ચૂકવણી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી ત્યારે તેમના વળતર માટે વકીલાત કરનાર કોઈ નહોતું, જેના કારણે શોષણની વ્યવસ્થા ઊભી થઈ હતી. તે કહે છે, આજે પણ શોષણ થઈ રહ્યું છે. જો તમારી કિંમત ૨૦,૦૦૦ રૂપિયા છે, તો પણ તેઓ કહેશે,’જો તમારે આ કરવું હોય તો ૧૦,૦૦૦ રૂપિયામાં કરો. નહિંતર, એવા ઘણા લોકો છે જેઓ તકની રાહ જોઈ રહ્યા છે. આજે પણ આવું થાય છે.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કાસ્ટિંગ એજન્સીઓના આગમનથી ઉદ્યોગમાં કોઈ સુધારો થયો છે? તો તેના જવાબમાં રજિત કપૂરે કહ્યું હતું કે ‘પ્રોફેશનલિઝમ બાદ પણ સ્થિતિ મોટાભાગે એવી જ છે. તેમણે કહ્યું કે ‘જ્યારે કોર્પોરેટ કર્મચારીઓને ૭ થી ૧૫ દિવસમાં ચૂકવણી કરવામાં આવે છે, અભિનેતાઓ ઘણીવાર તેમની ચૂકવણી માટે ૯૦ દિવસ સુધી રાહ જોતા હોય છે.’ તેમણે એમ પણ કહ્યું કે જો તે આ અંગે કોઈ નિર્માતા સામે ઊભા રહેવાનો પ્રયત્ન કરે તો ભવિષ્યમાં તેને પોતાનું કામ ગુમાવવું પડે એવું પણ બને.

પીઢ અભિનેતાએ ઉદ્યોગમાં નાણાકીય અસમાનતાઓ વિશે પણ વાત કરી. અભિનેતાના જણાવ્યા મુજબ જ્યારે મુખ્ય કલાકારો ઘણીવાર ફિલ્મના બજેટનો નોંધપાત્ર હિસ્સો મેળવે છે, ત્યારે સહાયક કલાકારોને કહેવામાં આવે છે, અમારી પાસે પૈસા નથી. તેમણે આવી પરિસ્થિતિઓ પર તેમની પ્રતિક્રિયા પુનરાવતત કરી. આભાર. જ્યારે તમારી પાસે પૈસા હોય, ત્યારે મને કૉલ કરો. મારો સમય બગાડો નહિ.