વલસાડના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં માત્ર ત્રણ વર્ષની બાળકી સાથે એક નરાધમે શારીરિક અડપલાં કરતા અને લોકોનું ટોળું એકત્ર થઈ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. લોકોએ ઘેરાવો કરતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આરોપીને મુંબઈ જતી ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ મામલે પરિવારના લોકો રોષે ભરાયા હતા. પીડિત બાળકીના પિતાના વિધર્મી મિત્રએ જ બાળકી સાથે અડપલા કરતાં લોકોએ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યોં હતો, તેમજ આ ઘટનાની જાણ થતા જ લોક ટોળું ઉમટી પડ્યું હતું. જોકે, આરોપી ફરાર થઈ જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો, શહેરમાં માહોલ ગરમાયો હતો. આરોપીને તાત્કાલિક ધરપકડ કરવા લોકોએ માગ કરી હતી.મોડી રાત સુધી પોલીસ સ્ટેશન બહાર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ સમજાવટથી મામલો થાળે પાડવા પોલીસે પ્રયાસ પણ કર્યા હતા. પોલીસે પીડિત બાળકીના મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઘટનાની ગંભીરતા સમજી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. અડધી રાત્રે એસ.પી. સહિતના જિલ્લા ભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
નરાધમ આરોપી વતન ફરાર થઈ જાય તે પહેલા જ આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. કેસની તપાસ માટે ઙ્ઘઅજની અયક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. આરોપી વિરૂદ્ધ યુદ્ધના ધોરણે તપાસ કરી ચાર્જશીટ ફાઈલ થાય તે માટે એસ.પી.એ આદેશ કર્યા છે. વધુમાં, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તે માટે પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, બનાવને લઈ હજારો લોકોએ અડધી રાત્રે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે ઉમરગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.