પંચમહાલ જીલ્લામાં ઇ-ચલણ (મેમો) અંગે 14 સપ્ટેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન

  • નેત્રમ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન એમ કુલ ત્રણ સ્થળોએ ઇ-ચલણનો દંડ રોકડમાં ભરી શકાશે.

પંચમહાલ જીલ્લામાં સલામતીના ભાગરૂપે ટ્રાફિક નિયમનના ભંગ બદલ પોલીસ દ્વારા સી.સી.ટી.વી.કેમેરા મોનિટરિંગ કરી ઇ-મેમો આપવાની કામગીરી ચાલી રહી છે.

જેમાં મોટાભાગના વાહન ચાલકો દ્વારા દંડના નાણા ભરપાઇ કરવામાં આવે છે. પરંતું કેટલાક વાહન ચાલકો આ દંડના નાંણા ભરપાઇ કરવામાં ગંભીરતા કેળવતા નથી, જેથી ટ્રાફિક નિયમનના ભંગ બદલ ઇસ્યું કરવામાં આવેલા ઇ-મેમોના બાકી દંડ અંગે જીલ્લામાં આશરે 4200 વાહન ચાલકો વિરૂદ્ધ તારીખ 14 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રિલિટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

જેના માટે કોર્ટ દ્વારા નોટીસ કાઢી અને વાહન માલીકોને પોતાના સરનામાં ઉપર મોકલી આપવામાં આવેલ છે. જેથી આ તબક્કે ઇ-મેમોના દંડની રકમ ભરી દેવાથી ભવિષ્યની સખત કાર્યવાહી તેમજ કાયદાકિય ખર્ચથી બચી શકાય તેમ હોય, તા.13 સપ્ટેમ્બર 2024 સુધીમાં ઇ-ચલણના બાકી દંડની રકમ ભરી દેવા માટે પંચમહાલ જીલ્લા પોલીસ અને જીલ્લા કાનુની સેવા તથા મંડળ દ્વારા જીલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.

લોકોને મળેલા ઇ-મેમોનો દંડ ભરવા માટે પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક કચેરીની બાજુમાં નેત્રમ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર તેમજ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રોકડ રકમમાં દંડ ભરી શકાશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.