પાવાગઢ કિલ્લાની ઐતિહાસીક સ્થાપત્યોની જાળવણીના અભાવે કિલ્લાની દિવાલ ધરાશાઈ થઈ

પંચમહાલ જીલ્લાના પાવાગઢની ઐતિહાસીક ધરોહર એવા કિલ્લાના પ્રવેશ દ્વારની બાજુમાં દિવાલ ક્ષતિગ્રસ્ત થયેલ હતી. દિવાલ ધરાશાઈ થવાની શકયતાને લઈ પુરાતત્વ વિભાગ દ્વારા પ્રવેશ દ્વાર અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ ક્ષતિગ્રસ્ત થયેલ કિલ્લાની આવી દિવાલ ધસરાઈ ગઈ હતી.

પાવાગઢ એસ.ટી.ડેપો સામે આવેલ કિલ્લા માંથી ગામમાંં પ્રવેશવાનો દક્ષિણનો ભદ્ર દ્વાર ધસરાઈ પડે તેવી સ્થિતી હતી અને ગતરોજ ઉભી થઈ હતી અને સવારે આ દ્વારની બાજુની દિવાલ ધરાશાઇ થઈ હતી. જેને કારણે મોટી દુર્ધટના ન સર્જાય તે માટે પુરાતત્વ વિભાગ દ્વારા રસ્તાને બેરીકેટીંગ કરી બંધ કરાયો હતો અને પાવાગઢ ગામ લોકો અને પ્રવાસીઓના અવર-જવર બંધ કરવામાં આવ્યો. પુરાતત્વ વિભાગ વરસાદ રોકાઈ જાય પછી ક્ષતિગ્રસ્ત કિલ્લાનું સમારકામ કરવાનું હતુ પરંતુ ક્ષતિગ્રસ્ત થયેલ કિલ્લાની આખી દિવાલ ધરાશાઈ ગઈ હ તી.

ભદ્ર દ્વારને હાલ કોઈ નુકશાન થયુંં નથી પરંતુ કમાન ઉપરની દિવાલ પણ ક્ષતિગ્રસ્ત થયેલ છે તે પણ ગમે ત્યારે પડી શકે છે. પાવાગઢ ઐતિહાસીક ધરોહરની જાળવણી કરતું પુરાતત્વ વિભાગ દ્વારા કિલ્લામાંં ઉપર ભરાઈ રહેતા પાણીના નિકાલની કાર્યવાહી ન કરતા ઐતિહાસીક ધરોહરનો કેટલોક હિસ્સો જમીન દોસ્ત થયો છે.