પાટણના સિદ્ધપુર માં સવારથી સતત વરસાદ શરૂ છે. સિદ્ધપુરમાં ૠષિ તળાવ વિસ્તાર, પેપલ્લ્લા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેનાથી ૨૫૦ થી વધારે સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્રએ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે.
રાધનપુર તાલુકાના છાણીયાથરથી જાખેલ રોડ પર આવેલ ડીપમાં પાણીનો પ્રવાહ વધારે પસાર થતો હોવાથી રાહદારીઓ માટે છાણીયાથર – જાખેલ રોડ બંધ કરવામાં આવેલ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે છાણીયાથર,રાધનપુર, ગોચનાદ પાટીયાથી બાબરી, જાખેલ રોડથી અવરજવર કરી શકાશે.
હારીજમાં હસ્તિનાપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં નગરપાલિકા ટીમ દ્વારા વરસાદી પાણી નિકાલની તાત્કાલિક કરવામાં આવી હતી. પાટણ જિલ્લામાં જીડ્ઢઇહ્લ ની એક ટુકડી જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ડિપ્લોય કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.