ખંભાતમાં મકાન ઘરાશાયી થતા ૩ના મોત ,ધારાસભ્ય ચિરાગ પટેલ હોસ્પિટલ પહોંચ્યા

ખંભાતના ખડોધીના ફૂલપુરા વિસ્તારમાં મકાન ધરાશયી થયાની ઘટનામાં ૩ના મોતને લઈ પંથકમાં અરેરાટી ફેલાઇ છે. મકાનની દિવાલ નીચે દબાતા દંપતી સહિત ૨ વર્ષીય બાળકનું મોત થયુ છે. તેમજ ખંભાતના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેથી સમગ્ર ગુજરાતને મેઘરાજે ધમરોળી નાખ્યુ છે. જેમાં આણંદ જિલ્લો પણ બાકાત નથી. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ હજી પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી. બપોર બાદ આણંદમાં મેધરાજાએ જોર પકડતા નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે.

આણંદ જિલ્લામાં આજ સવારથી જ સતત વરસાદ ચાલી રહ્યો છે. જેના પગલે જનજીવન ખોરવાયુ છે અને લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આણંદ જિલ્લાના ખંભાત ખાતે સવારથી છુટોછવાયો ધીમીગતિએ વરસાદ વરસતો હતો પણ બપોર પછી એકાએક વરસાદનું જોર વધીખંભાત ખાતે પડી રહેલ ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારના આંબાખાડમાં ૨૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ તમામ લોકોને કબીર આશ્રમ, ખંભાત ખાતે વહીવટી તંત્ર દ્વારા રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ખંભાત તાલુકાના ઉંદેલ ગામે ૧૫ લોકોનું સ્થળાંતર સોનારિયા વિસ્તાર ખાતે કર્યું છે. જ્યાં ગ્રામ પંચાયત દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખંભાત ગ્રામ્ય વિસ્તારના કાંઠા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતાં તાલુકા વિકાસ અધિકારી, ખંભાત અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા વૃક્ષોને હટાવીને રસ્તા ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.