વૈશ્વિક સંકેતો વચ્ચે મજબૂત શરૂઆત બાદ સ્થાનિક શેરબજાર કારોબારના અંતે સપાટ બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૩.૬૫ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૮૧,૭૧૧.૭૬ ના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૭.૧૫ પોઈન્ટના વધારા સાથે ૨૫,૦૧૭.૭૫ ના સ્તર પર બંધ થયો હતો. સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોની આગેવાની હેઠળ મિશ્ર રેન્જમાં વ્યાપક સૂચકાંકો બંધ થયા. બેક્ધ નિફ્ટી ઈન્ડેક્સ ૧૩૦.૬૫ પોઈન્ટ અથવા ૦.૨૬% વધીને ૫૧,૨૭૮.૭૫ પર બંધ થયો હતો. નાણાકીય સેવાઓ અને મીડિયા શેરોએ અન્ય ક્ષેત્રીય સૂચકાંકોને પાછળ રાખી દીધા હતા, જ્યારે હ્લસ્ઝ્રય્ અને ઊર્જા શેરમાં ઘટાડો થયો હતો.
નિફ્ટી માં ટોપ ગેઇનર્સમાં એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ અને એચડીએફસી લાઇફનો સમાવેશ થાય છે, જ્યારે ગુમાવનારામાં એચયુએલ,જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાઇટન કંપની, ટાટા મોટર્સ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. ક્ષેત્રીય મોરચે, એનર્જી, મેટલ અને એફએમસીજી ૦.૫-૧ ટકા ઘટ્યા હતા, જ્યારે બેન્ક , કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, આઈટી, રિયલ્ટી, ફાર્મા, મીડિયા ૦.૨-૪ ટકા વધ્યા હતા.બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫-૦.૫ ટકા વધ્યા છે.
બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટ કેપ) વધીને આશરે રૂ. ૪૬૩ લાખ કરોડ થયું હતું અને એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, બજાજ ઓટો, ઈન્ડિગો અને પસસ્ટન્ટ સિસ્ટમ્સ સહિત લગભગ ૩૬૦ શેરોએ ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં તેમના નવા ૫૨ માર્કને સ્પર્શ્યા હતા.બીએસઇ સપ્તાહના ઉચ્ચ સ્તરને સ્પર્શ્યો હતો.
ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેરની કિંમત આજે ૧૫ ટકા જેટલી વધી ગઈ હતી જ્યારે મીડિયા કંપનીએ જણાવ્યું હતું કે તેણે મર્જરને પૂર્ણ કરવા અંગેના તમામ વિવાદોને ઉકેલવા માટે સોની સાથે કરાર કર્યો છે. બપોરના વેપારમાં, ઝીનો શેર રૂ. ૧૫૪.૯ ની ઇન્ટ્રાડે હાઇ પર પહોંચ્યો હતો.
ફાઈબર ગ્લાસ કંપની અમદાવાદ સ્થિત એરોન કોમ્પોઝીટ લિમિટેડ પણ સમાચારમાં છે, જે તેના એસએમઇ પબ્લિક ઈશ્યુ દ્વારા ૫૬.૧૦ કરોડ સુધી એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ડી ડેવલપમેન્ટ એન્જીનિયર્સને એલએન્ડટી એનર્જી હાઇડ્રોકાર્બન પાસેથી રૂ. ૨૬,૫૮,૮૭,૯૪૩નો પરચેઝ ઓર્ડર મળ્યો છે. શિલ્પા મેડિકેર લિ.એ યુએસએફડીએ દ્વારા તેના બીજા એનડીએ ઇન્જેક્ટેબલ પ્રોડક્ટ – બોર્ટેઝોમિબ ઇન્જેક્શનની મંજૂરીની જાહેરાત કરી.